મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કારખાનેદારના 40 લાખના હીરા પડાવી મેનેજર અને મહિલા કર્મચારી ફરાર

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. ત્યારે પંડોળ ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં

સુરતમાં કારખાનેદારના 40 લાખના હીરા પડાવી મેનેજર અને મહિલા કર્મચારી ફરાર

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. ત્યારે પંડોળ ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હીરાના કારખાનામાં કામ કરતાં મેનેજર અને મહિલાએ ભેગા મળીને છેતરપિંડી આચરી હતી. 40 લાખની કિંમતના કુલ 7000 હીરા પચાવી પાડી તેની જગ્યા પર ડુપ્લિકેટ હીરા મૂકી બંને ફરાર થઈ ગયા હતા. 

મેનેજરે મહિલા સાથે પ્લાન બનાવ્યો

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વતની અને સુરતના ડભોલીમાં રહેતા નવનીતભાઈ નરસિંહભાઈ ગોળકીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ હેપ્પી જેમ્સ નામથી હીરાનું ખાતું ધરાવે છે. તેમને ત્યાં સુરેશ વલ્લભભાઈ કાકલોતર મેનેજર તરીકે નોકરી કરતો હતો. આ ઉપરાંત તેના જ ખાતામાં અમરોલી કોસાડ રોડ પર એમડી રેસિડેન્સીમાં રહેતી જયોત્સના રાકેશભાઈ ફિક્સિગનું કામ કરતા હતા.બન્ને સાથે મળીને છેતરપિંડીનો પ્લાન બનાવ્યો હતો.

ફોર પી ઘાટના હીરા તફડાવ્યા

ડિસેમ્બર 2023થી તારીખ 4 મે, 2024ના સમયગાળા દરમિયાન અલગ-અલગ સમયે સુરેશ અને જયોત્સના એકબીજાનો સાથ સહકાર આપી અવારનવાર નવનીતભાઈની હીરાના ખાતામાંથી 80થી 85 કેરેટ વજનના કુલ 6500થી 7000 નંગ હીરા ફોરપી ઘાટના કંપનીના ટોપ કોલેટીના અસલ હીરા પચાવી પાડ્યા હતા. 

આ સમાચાર શેર કરો