VIDEO: રાજકોટમાં પાંચ પાંચ વખત નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનાર શખ્સ ફરીથી પકડાયો, લાખોનો મુદ્દામાલ ઝડપાયો
રાજકોટમાં ફરી એક વખત નકલી પોલીસનો ખેલ પકડાયો છે. પોલીસે મિહિર કુગશિયા ન
રાજકોટમાં ફરી એક વખત નકલી પોલીસનો ખેલ પકડાયો છે. પોલીસે મિહિર કુગશિયા નામના શખ્સની ધરપકડ કરી છે.આરોપીએ એક ફરિયાદી પાસે પોલીસની નકલી ઓળખ આપી 20 હજાર પડાવી લીધા હતા અને ફરાર થઈ ગયો હતો.
પોલીસે CCTV ફૂટેજ તપાસ્યા
ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતાં, પોલીસે CCTV ફૂટેજ તપાસ્યા.તપાસમાં બહાર આવ્યું કે આ શખ્સ બીજું કોઈ નહીં પણ અગાઉ પણ પાંચ વખત પોલીસના નામે લૂંટ ચલાવી ચૂકેલો મિહિર કુગશિયા જ હતો!ક્રાઇમબ્રાંચે આ નકલી પોલીસ તરીકે પંકાયેલા શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ, રોકડ અને સ્કૂટર સહિત કુલ 1.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.



