Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Another fake IAS officer caught was extorting money in the name of job promotion

વધુ એક નકલી IAS અધિકારી ઝડપાયો, નોકરી-પ્રમોશન કે ટ્રાન્સફરના નામે પડાવતો હતો પૈસા

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
વધુ એક નકલી IAS અધિકારી ઝડપાયો, નોકરી-પ્રમોશન કે ટ્રાન્સફરના નામે પડાવતો હતો પૈસા
સોર્સ : GSTV

દેશમાં ખાસ કરીને ગુજરાતમાં નકલી વસ્તુઓ અને નકલી અધિકારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં નકલી IAS, IPS, PMO, CMO, અને ED અધિકારીઓના કેસો સામે આવ્યા છે. હરિયાણાના ગુરૂગ્રામમાં નકલી હાઇકમિશન અને ડિપ્લોમેટ ઝડપાયા બાદ હવે નકલી IAS અધિકારી ઝડપાયો છે. આ શખ્સ નોકરી-પ્રમોશન કે ટ્રાન્સફરના નામે લોકો પાસેથી પૈસા પડાવતો હતો.

App Store

નકલી IAS અધિકારી ઝડપાયો

હરિયાણાની ગુરૂગ્રામ પોલીસે એક નકલી અધિકારીની ધરપકડ કરી છે. તે 12મું ધોરણ પાસ છે પરંતુ ખુદને 'ગૃહમંત્રાલયનો અધિકારી' ગણાવીને લોકો પર રોફ જમાવતો હતો. પોતાના કનેક્શનનો હવાલો આપીને તે લોકોને નોકરી, પ્રમોશન કે ટ્રાન્સફરના બદલે પૈસા વસૂલ કરતો હતો. પોલીસને સમાચાર મળ્યા હતા કે સરકારી ગાડી સાથે તે પાલમ વિહાર વિસ્તારમાં પોતાના ભાડાના મકાનમાં રહે છે. પોલીસે રેડ કરીને તેની ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી નકલી દસ્તાવેજ, ફેક આઇડી કાર્ડ, બે લાલ બત્તી સહિત લાખોની કેશ જપ્ત કરી છે.

કેવી રીતે ઝડપાયો નકલી IAS?

મળતી માહિતી અનુસાર, પાલમ વિહાર વિસ્તારની પોલીસને સૂચના મળી હતી કે એક વ્યક્તિ પોતાને IAS ગણાવી લોકો પાસેથી રૂપિયા પડાવે છે, તેની પાસે એક ફેક સરકારી ગાડી પણ છે જેના પર Government of India લખ્યું છે. તે પોતાના ભાડાના મકાનમાં છે. સૂચનાના આધાર પર પોલીસે દરોડા પાડતા મકાનના બીજા માળ પર એક વ્યક્તિ જોવા મળ્યો હતો. પોલીસને આવતા જોઇ તે છત તરફ દોડ્યો હતો. પોલીસના જવાનોએ તેને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ 31 વર્ષના જય પ્રકાશ પાઠકના રૂપમાં થઇ છે. તે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રઘુઇપુર ગામનો રહેવાસી છે, તેને 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે પરંતુ પોતાને ગૃહમંત્રાલયનો અધિકારી ગણાવી લોકોમાં રોફ જમાવતો હતો.

પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો

પોલીસે તેના રૂમની તપાસ કરી તો તેમને ત્યાં કેટલીક એવી વસ્તુ મળી તે જોઇને પોલીસ ચોકી ગઇ હતી.પોલીસને આરોપીના રૂમમાંથી 2 ID કાર્ડ, જેમાં એક પર ગૃહમંત્રાલય લખેલુ છે. એક પત્ર મળ્યો જે કોઇ પોલીસ અધિકારીના ટ્રાન્સફર સંબંધિત છે. 1 હથિયારનું ફેક લાઇસન્સ, 6 મોબાઇલ ફોન, 1 લેપટોપ અને 1 વોકી ટોકી સેટ મળ્યો હતો.

આ સિવાય 1 આયુષ્યમાન કાર્ડ, 3 આધારકાર્ડ, એક ATM કાર્ડ, 1 પાન કાર્ડ, 1 પાસપોર્ટ, 2 મોહર, 1 લાલ અને 1 લીલી બત્તી. કુલ 2 લાખ 50 હજાર રૂપિયા કેશ મળ્યા હતા.આ સિવાય આરોપીના ઘરની બહાર ઉભેલી એક કાર પણ જપ્ત કરવામાં આવી છે જેની ઉપર ભારત સરકાર લખેલુ હતું.

જય પ્રકાશની અટકાયત કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યો હતો જ્યા તેને બે દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે ખુદને ગૃહમંત્રાલયનો અધિકારી ગણાવી લોકો પાસેથી પૈસા પડાવતો હતો. આ પૈસા નોકરી લગાવવા અને ટ્રાન્સફર કરાવવાના નામ પર લીધા હતા. આ પૈસાથી તે પોતાના અને પરિવારનો શોખ પૂર્ણ કરતો હતો. 

ટોપિક્સ:Fake IAS Officerias fake officer