Video: અયોધ્યામાં દીપોત્સવની ભવ્યતા

અયોધ્યામાં દીપોત્સવ 2026ની ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરયૂ નદીના ઘાટ પર ધાર્મિક કાર્યક્રમો અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરયૂ ઘાટ ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે વિધિવત પૂજા-અર્ચના કરી ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા. સરયૂ ઘાટને દીવાઓ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આરતી દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો. દીપોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત







