Video: NDRFએ આઠ માછીમારો સહિત તમામને બચાવ્યા

સોર્સ: gstv

તેલંગાણાના ખમ્મમમાં ભારે વરસાદ બાદ તળાવમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં આઠ માછીમારો અને SDRF ટીમના સભ્યો ગુમ થયા હતા. તળાવમાં પાણીનો પ્રવાહ વધતાં બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં NDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. NDRFના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ગુમ થયેલા તમામ લોકોને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ તમામ આઠ માછીમારો અને SDRF ટીમના સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સફળ બચાવ કામગીરી બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત