Video: પીએમ મોદીએ રિન્યૂએબલ એનર્જી સમિટ 2026નું કર્યું ઉદ્ઘાટન, ખેડૂતોને ઊર્જાદાતા બનવા હાકલ

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે 'ભારત રિન્યૂએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો 2026'નું ઉદ્ઘાટન કરી સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત ખૂબ જ ઓછા સમયમાં અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં મોટું લક્ષ્ય હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે. દેશની દરેક સરકારી ઈમારતો, શાળાઓ, કોલેજો, હોસ્પિટલો અને સ્ટ્રીટ લાઈટોને ઝડપથી સોલાર એનર્જી સાથે જોડવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત, દેશનો 'અન્નદાતા ઉર્જાદાતા' બને તેવા વિઝન સાથે ખેડૂતો પોતાની પડતર જમીન પર સોલાર પેનલ લગાવી ઊર્જા ઉત્પાદન કરે તે બાબત પર પીએમ મોદીએ વિશેષ ભાર મૂક્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત