ધડાકો: સંજય સિંહનો ચૂંટણી પંચને ખુલ્લો પત્ર! ‘વોટ ચોરી’ સામે સુપ્રીમ કોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરવાની કરી ઉગ્ર માગ

ધડાકો: સંજય સિંહનો ચૂંટણી પંચને ખુલ્લો પત્ર! ‘વોટ ચોરી’ સામે સુપ્રીમ કોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરવાની કરી ઉગ્ર માગ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને એક પત્ર લખીને ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સંજય સિંહે માગણી કરી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા મતદાર યાદી સુધારણા સંદર્ભે આપવામાં આવેલા નિર્દેશોનો તાબડતોબ અને ચુસ્તપણે અમલ કરવામાં આવે.

સંજય સિંહે પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન જે મતદારોના નામ મનસ્વી રીતે કમી કરી દેવાયા છે અને જેમને ASDD (Absent, Shifted, Dead, Duplicate) યાદીમાં મૂકી દેવામાં આવ્યા છે, તેમના લોકશાહી અધિકારોનું સીધું હનન થઈ રહ્યું છે.

જાહેરાત

સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાની માગ

સંજય સિંહ અનુસાર, દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ASDD લિસ્ટમાં મૂકાયેલા વાસ્તવિક મતદારોને પુનઃ પોતાનો મતદાર અધિકાર પાછો મેળવવાની સરળ તક મળવી જોઈએ. તેમણે માગણી કરી છે કે આવા તમામ નાગરિકોને ‘ઇન્યુમરેશન ફોર્મ’ (Enumeration Form) અથવા ‘ફોર્મ ૮’ (Form 8) જમા કરાવવાની તાત્કાલિક પરવાનગી આપવામાં આવે, જેથી મતદાર યાદીમાં તેમના નામો ફરીથી સન્માનપૂર્વક સામેલ કરી શકાય.

ચૂંટણી પંચ સમક્ષ મૂકેલી મુખ્ય માગણીઓ મુજબ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ અસરગ્રસ્ત મતદારો પાસેથી કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર ફોર્મ સ્વીકારવામાં આવે. ASDD યાદીમાં આવી ગયેલા મતદારોને તેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગે વ્યાપક સ્તરે માહિતી પૂરી પાડવામાં આવે.  કોઈ પણ લાયક નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તેની ચૂંટણી તંત્ર દ્વારા ખાતરી કરવામાં આવે. આ પત્ર બાદ રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો આવી ગયો છે, કારણ કે મતદાર યાદીમાંથી નામો હટાવવાના મુદ્દે વિપક્ષ સતત ચૂંટણી પંચ સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત