Video: ડિવાઈડર સાથે અથડાતા કારમાં લાગી આગ

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક અત્યંત દર્દનાક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. એક પૂરઝડપે આવી રહેલી કાર અચાનક અનિયંત્રિત થઈને રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ કાર પલટી મારી ગઈ હતી અને ક્ષણભરમાં જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ હોમાઈ જવાથી કરુણ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે તમામ મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત





