Video: આસામના જોનાઈના સિમેન ચાપોરી કોમર્શિયલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના

આસામના જોનાઈના સિમેન ચાપોરી કોમર્શિયલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઝપેટમાં આવતાં સાત વેપારી એકમો બળીને ખાખ થઈ ગયા છે. આગને કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ અંદાજે એક કરોડ રૂપિયાની મિલકત બળીને ખાખ થઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
જાહેરાત







