Video: અયોધ્યામાં દીપોત્સવ પહેલાં સરયુ તટ પર સામૂહિક મહાઆરતીનું રિહર્સલ યોજાયું

અયોધ્યામાં દીપોત્સવ-2026ને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. શનિવારે યોજાનારા ભવ્ય કાર્યક્રમ પહેલાં સરયુ નદીના કિનારે સામૂહિક મહાઆરતીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ વખતે રામ કી પૈડી સહિત સરયુ નદીના 56 ઘાટ પર 30 લાખથી વધુ દીવડા પ્રગટાવવાનું આયોજન છે. સાથે જ 2 હજાર 151 વેદાચાર્યો અને પૂજારીઓ એકસાથે સરયુ તટ પર મહાઆરતી કરશે. આ ભવ્ય દીપોત્સવમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ વખતે પરંપરા સાથે આધુનિક ટેક્નોલોજીનો અનોખો સંગમ જોવા મળશે. 2 હજાર 100 સ્વદેશી ડ્રોન દ્વારા આકાશમાં રામાયણના વિવિધ પ્રસંગો અને રામદરબારની આકૃતિઓ રજૂ કરવામાં આવશે.
જાહેરાત






