સુરતમાં પોલીસની ઓળખ આપી હનિટ્રેમાં ફસાવનાર ઝડપાયો, દારૂના કેસમાં હતો ફરાર
હનિટ્રેપના બનાવો અટકતા નથી. ત્યારે સુરતમાંથી પોલીસની ઓળખ આપી હનિટ્રેપમાં તેમજ પ્રોહિબિશન

હનિટ્રેપના બનાવો અટકતા નથી. ત્યારે સુરતમાંથી પોલીસની ઓળખ આપી હનિટ્રેપમાં તેમજ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે બન્ને કેસમાં પકડાયેલા આરોપીએ અન્ય ગુના કેટલા કર્યા છે તે અંગેની તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે દબોચાયો
બાતમીના આધારે પોલીસે મોટા વરાછા તળાવ પાસેથી હનિટ્રેપ તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી જીતેશ ઉર્ફે હિતેશ ઉર્ફે માધુરી ઉર્ફએ જીતો રસિક ધરજીયાને ઝડપી લીધો હતો. જીતેશ દોઢેક વર્ષથી અમદાવાદ જિલ્લાના ધોલેરામાં વિદેશી દારૂના કેસમાં નાસતો ફરતો હતો.
4.50 લાખ બળજબરી પડાવાયા
જીતેશે વીસેક દિવસ અગાઉ વિધવા મહિલાઓ સહિતની ટોળકી સાથે એક વેપારીને ફસાવ્યો હતો. આ વેપારીને શારીરિક સુખ માણવા બોલાવીને હનિટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચ્યું હતું. ફ્લેટમાં વેપારીને બોલાવીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પોલીસમાં એફઆઈઆર કરવાની તથા પ્રેસ મીડિયામાં આપી દેવાની ધમકીઓ તથા અપશબ્દો કહ્યાં હતાં. સાથે જ વેપારીને માર મારી 41 હજાર તથા ઓનલાઈન તથા મની ટ્રાન્સફર દ્વારા બીજા રૂપિયા મળી કુલ 4.50 લાખ બળજબરી પડાવી લીધા હતાં.








