મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં પત્રકાર બની તોડ કરતો શખ્સ ઝડપાયો, ફોટા પાડી ખંડણી માંગતો હતો

Ahmedabad News: અમદાવાદમાં તોડબાજ પત્રકારની ધરપકડ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદ શહેરના દાણ

Ahmedabadમાં પત્રકાર બની તોડ કરતો શખ્સ ઝડપાયો, ફોટા પાડી ખંડણી માંગતો હતો

Ahmedabad News: અમદાવાદમાં તોડબાજ પત્રકારની ધરપકડ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 જુલાઈએ આ બનાવ બન્યો હતો. બાળકો લડતા હતા જેનો વીડિયો આરોપી દ્વારા ઉતારવામાં આવ્યો હતો. સરફરાઝ શેખ નામના તોડબાજ પત્રકાર ફોટો વીડિયો ઉતાર્યા હતા. તોડબાજ પત્રકાર ફરિયાદી મહિલાનો હાથ પકડ્યો હતો અને પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી ફોટો વિડિઓ લીધેલ હતા.

બીજા દિવસે આરોપી ફરિયાદી બહેનના ઘરે જઈને ધમકી આપી 25000 માગ્યા હતા. તેમજ સોશિયલ મીડિયા અને એની વેબસાઇટ પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. અને બહેન સાથે ગાળા ગાળી કરી ત્યાંથી નાસી ભાગ્યો હતો. જે સમગ્ર મામલે હાલ છેડતી અને ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  આરોપી પાસે બેથી ત્રણ આઇકાર્ડ છે જેમાં સરકારી સંસ્થા હોય તેવા નામનો ઉલેખ કરેલ છે. આરોપીના માત્ર દસ ધોરણનો અભ્યાસ છે તેને કોઈ પત્રકાર નો કોર્સ કરેલ નથી. અગાઉ 2024 દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ઝગડા બાબતે ગુનો નોંધાયો હતો.

આ સમાચાર શેર કરો