સામખિયાળી પાસેથી 48 ગ્રામ હેરોઇન સાથે પંજાબના આધેડની ધરપકડ
કચ્છ જિલ્લામાંથી વધુ એકવાર હેરોઇન ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે

કચ્છ જિલ્લામાંથી વધુ એકવાર હેરોઇન ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે SOG એ મોટી કાર્યવાહી કરી હતી.
પંજાબનો શખ્સ કચ્છમાં હેરોઇન ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલા જ અંદાજે 23 લાખ 91 હજારના 48 ગ્રામ હેરોઇન સાથે શખ્સને પોલીસની SOG ટીમે ઝડપી પાડ્યો હતો. પંજાબના આધેડ પાસેથી રેલ ટિકિટ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. કચ્છમાં સ્થાનિકે માલ ખરીદનાર કોણ છે તે દિશામાં SOG ટીમે તપાસ શરુ કરી છે.
પૂર્વ કચ્છ SOG દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






