AMRELI : લાઠીના હરસુરપુર દેવળીયા ગામે તળાવમાં ડૂબી જતા પુરુષનું મોત
Amreli News : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે તળાવમાં ડૂબી જતા એક પુરુષનું મોત

Amreli News : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે તળાવમાં ડૂબી જતા એક પુરુષનું મોત થયું છે. ઘટના અંગે હરસુરપુર દેવળીયા ગામના લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર જવાનોએ તળાવ પર પહોંચી પુરુષના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી. આખરે ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક પુરુષનું નામ નીતીનભાઈ રમેશભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભારે વરસાદને પગલે વડીયા ડેમ થયો ઓવરફ્લો
અમરેલીના વડીયા ડેમના ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ડેમમાં પાણીની બમ્પર આવક થઇ છે, જેના કારણ ડેમ ઓવરફ્લો થયો છે. વડીયા ડેમના ત્રણ દરવાજા એક ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. વડીયા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં સાઇરન વગાડી એલર્ટ કરવામાં આવ્યાં છે. વડીયા, ચારણીયા, ચારણ, સમઢીયાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે, ગામના લોકોનેર નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના અપાઈ છે.






