અમરેલી : કેરીયા નાગસ ગામમાં કુંવામાંથી મળી આવ્યો પુરૂષનો મૃતદેહ
Amreli News : અમરેલીના કેરીયા નાગસ ગામમાં એક વાડીના કુંવામાંથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. કેરીયા નાગસ ગા

Amreli News : અમરેલીના કેરીયા નાગસ ગામમાં એક વાડીના કુંવામાંથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. કેરીયા નાગસ ગામના રણછોડભાઈ સાવલિયા નામના ખેડૂતની વાડીના કુંવામાં મૃતદેહ દેખાતા અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર જવાનોએ સ્થળ પર પહોંચીને 40 મિનિટની જહેમત બાદ મૃતદેહને કુંવામાંથી બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ ભુપતભાઇ વિશલપરા નામના પુરુષનો હોવાનું સામે આવ્યું છે. મૃતકે આપઘાત કર્યો છે કે કોઈએ કુંવામાં ધક્કો મારીને તેની હત્યા કરી છે એ અંગે અમરેલી પોલીસે તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
અમરેલીમાં એક પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કઈ લીધી છે, આ ઘટના ગઈકાલે 15 જાન્યુઆરીએ બની હતી. અમરેલી જિલ્લાના બગસરામાં ડાંગયાપીરની દરગાહ તરફ જવાના રસ્તા પરના મકાનમાં પ્રેમીપંખીડાએ સજોડે ગળેફાંસો ખાઈ દુનિયાને અલવિદા કહ્યું છે. આ યુગલના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. આપઘાતને બે દિવસ આસપાસનો સમય થતા કોહવાયેલ હાલતમાં બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. આપઘાત કરનાર 21 વર્ષીય યુવતી નિરલ વાઘેલા અને 25 વર્ષીય યુવક કિસન ચારોળિયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.




