Ahmedabad News: બાપુનગરમાં હથિયાર બતાવી પોલીસને ડરાવનાર શખ્સ ઝડપાયો, હાથકડી સાથે નિકળ્યો વરઘોડો
Ahmedabad News: અમદાવાદ શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ચાર મહિના અગાઉ તારીખ 18 ડિસેમ્બરે બુધવારે રાતે

Ahmedabad News: અમદાવાદ શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ચાર મહિના અગાઉ તારીખ 18 ડિસેમ્બરે બુધવારે રાતે અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર લઈને આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં પોલીસને પણ હથિયાર બતાવી ડરાવી ગાડીમાં બેસાડી દીધા હતા. આ ગુનામાં 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેનો આજે પોલીસે બનાવની જગ્યાએ જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
હથિયાર બતાવી પોલીસને ગાડીમાં બેસાડી દીધા હતા
હથિયાર બતાવી પોલીસને ગાડીમાં બેસાડી દીધા હતા તેમજ તે ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આરોપીએ રખિયાલ વિસ્તારથી આતંક શરૂ કર્યો હતો અને બાપુનગર સુધી આતંક મચાવ્યો હતો. આ ગુનામાં મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવો બનાવ બાદ ફરાર થઈ ગયો હતો. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કલોલથી ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી રાયોટિંગ તેમજ ગુજસીટોક સહીતના ગુનામાં ફરાર હતો. આરોપીની ધરપકડ કરી તેને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીને હાથમાં હાથકડી પહેરાવી વરઘોડો કાઢ્યો
આરોપીએ જે જગ્યાએ પોલીસે સાથે તકરાર કરી હથિયાર બતાવ્યા હતા તે જ જગ્યાએ પોલીસે આરોપીને હાથમાં હાથકડી પહેરાવી વરઘોડો કાઢ્યો હતો. આરોપીને પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખીને ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીને સ્થળ પર પોલીસે ઉઠક બેઠક પણ કરાવી હતી. આખરે આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






