ગ્રાહકોની જાણ બહાર તેમના નામે સિમકાર્ડ કાઢી દુબઈ વેચતો શખ્સ ઝડપાયો
અમદાવાદ સાયબર ક્રાઈમને એક મોટી સફળતા મળી છે. ઓનલાઈન ગેમિંગમાં કસ્ટમરને કોલ કરવા માટે વપરાતા સીમ કાર્ડને દુબ

અમદાવાદ સાયબર ક્રાઈમને એક મોટી સફળતા મળી છે. ઓનલાઈન ગેમિંગમાં કસ્ટમરને કોલ કરવા માટે વપરાતા સીમ કાર્ડને દુબઈ મોકલનારી શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. કુલ 55 સિમકાર્ડ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી મળી આવ્યા છે. સીમકાર્ડ ખરીદનાર ગ્રાહકોની જાણ બહાર તેઓના નામે બીજુ સીમકાર્ડ મેળવાતુ હતું અને તેને દુબઈ મોકલાતું હતું.
આ પણ વાંચો : વડોદરામાં એક શખ્સે જાહેરમાં કર્યો હત્યાનો પ્રયાસ, અંતે સીટી પોલીસે વરઘોડો કાઢ્યો
વડોદરામાં રાહુલ શાહ નામના યુવકે ગ્રાહકોની જાણ બહાર સીમકાર્ડ કાઢતો હતો. જેમાં રાહુલ શાહે કાંતી બલદાણીયાને 300 રૂપિયા લેખે એક સીમ વેચતો હતો. કાંતિ બલદાણીયા 350 રૂપિયા લેખે એક સીમ અજય ભાલીયાને આપતો હતો જ્યારે અજય ભાલીયા એક સીમ 450 રૂપિયા લેખે દુબઈ મોકલતો હતો. દુબઈનાં નવીન ઉર્ફે સુર્યાનુ નામ તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઈમે ગુનો નોંધી આ અંગે આગળ તપાસ શરુ કરી છે.






