મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જોરાવરનગરમાં હત્યા, લૂંટ સહિતના 36થી વધુ ગુનાઓ કરનારો ઝડપાયો, ચાન્સ પ્રિન્ટના આધારે ખુલી પોલ

સુરેન્દ્રનગર પોલીસે એક રીઢા ગુનેગારને ચાન્સપ્રિન્ટના આધારે ઝડપી પાડ્યો છે. આ

જોરાવરનગરમાં હત્યા, લૂંટ સહિતના 36થી વધુ ગુનાઓ કરનારો ઝડપાયો, ચાન્સ પ્રિન્ટના આધારે ખુલી પોલ

સુરેન્દ્રનગર પોલીસે એક રીઢા ગુનેગારને ચાન્સપ્રિન્ટના આધારે ઝડપી પાડ્યો છે. આ ગુનેગાર સામે 36 જેટલા ગુનાઓમાં તેનું નામ આવ્યું છે. સુરેન્દ્રનગરની જોરાવરનગર પોલીસે ચાન્સપ્રિન્ટના આધારે રીઢો ગુનેગાર ઝડપી લીધો છે. સમગ્ર ગુજરાતમાં આંતક મચાવનાર પંકેશ પલાસ નામના ખુંખાર ઇસમની અટકાયત કરાઈ છે. હત્યા મારામારી લૂંટ ચોરીના જેવા ગુનાને અંજામ આપનાર રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.  

વડોદ જીન, સ્વામિનારાયણ મંદિર સહિતના વિસ્તારમાં ઘરફોડ ચોરી થઈ હતી. પોલીસ તપાસમાં ફિંગર પ્રિન્ટની ચાન્સ પ્રિન્ટ લેવાઈ હતી. જેમાં બે ચાન્સ પ્રિન્ટ મળી તેની એફએસએલમાં તપાસ કરાવતા પંકજ મથુરભાઈ પલાસ કે જે ગરબાડાના ખજૂરિયા ગામનો છે. જેની સામે 36 જેટલા ગુના નોંધાયેલા છે. હાલ કાલાવાડ પોલીસે ધાડના ગુનામાં અટક કરી હતી. ચાન્સપ્રિન્ટની મદદથી ગુનો ડિટેક્ટ થયો હતો. 

સુરેન્દ્રનગરના વડોદના જૈન મંદિરો અને શાળાઓ તેમજ ઘરમાં વેશ પલટો કરીને ચોરીનો અંજામ આપવામાં આવતો હતો. આખી ગેંગ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હતું. જામનગર, દાહોદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, આણંદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં હત્યા, ચોરી -મારામારી સહિના 36થી વધુ ગુનાઓની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.  

આ સમાચાર શેર કરો