Ahmedabad: સોના-ચાંદીમાં નફાની લાલચ આપી 1 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો
Ahmedabad News: ગુજરાતભરમાંથી સતત છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાંથી વધુ નફાની લાલચ આપી રોકાણ

Ahmedabad News: ગુજરાતભરમાંથી સતત છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાંથી વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર શખ્સ આખરે ઝડપી પડાયો છે. અમદાવાદ શહેરમાં શાસ્ત્રીનગરના રત્નાકર જ્વેલર્સના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
સોના-ચાંદીની ખરીદી થકી વધુ વળતર અને નફો આપવાની લાલચ આપી હતી. ગ્રાહકો પાસેથી સોના-ચાંદીમાં રોકાણ કરાવીને 1.43 કરોડની છેતરપિંડી આચરી હતી. 16 ગ્રાહકોએ દુકાન પર હોબાળો મચાવતા આરોપીએ દુકાનને તાળા મારી દીધા હતા. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આરોપી નિકેશ શાહની ધરપકડ કરી છે.



