મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પૂર્વમંજૂરી વગર સ્ટેજ રાખીને કલાકારોને મોલના મેનેજરે બોલાવ્યા, સમીર વીસાણી પોલીસ સમક્ષ થયો હાજર

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન ભીડ વધી જતાં અફરાતફર

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન ભીડ વધી જતાં અફરાતફરી સર્જાઈ. આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.

પૂર્વમંજૂરી વગર મોલમાં સ્ટેજ રાખીને કલાકારોને બોલાવ્યા

મેનેજરે કોઈ પૂર્વમંજૂરી વગર મોલમાં સ્ટેજ રાખીને કલાકારોને બોલાવ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ભીડ થઈ ગઈ. સમીર વિસાણી પીએસઆઈ સામે હાજર થયા અને કહ્યું કે કલાકારો માત્ર લોકોને થેંક્યુ કહેવા માટે આવ્યા હતા અને સુરક્ષા માટે 14 બાઉન્સરો રાખ્યા હતા. તેમ છતાં, મોલ મેનેજમેન્ટની ભૂલને સ્વીકારી લેવામાં આવી છે.

બાળકીનો જીવ માંડ બચ્યો 

ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં લોકોની ભારે ભીડ જામી ગઇ હતી. ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એસ્કેલેટર (ઈલેક્ટ્રિક સીડી) પર પટકાઈ હતી. જોકે, ત્યાં હાજર બે વ્યક્તિઓએ તાત્કાલિક બાળકીને બચાવી લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને અને વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ફિલ્મના કલાકારોએ કાર્યક્રમ ટૂંકાવીને તાત્કાલિક ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.

આ સમાચાર શેર કરો