KUTCH : મચ્છુ ડેમ ઓવરફ્લો થતા માળીયા હાઈવે રોડ બંધ કરવામાં આવ્યો
ગુજરાત સહીત કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતા પાણીના ધસ

ગુજરાત સહીત કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતા પાણીના ધસમસતા પ્રવાહ ની અસર માણીયા સુધી થઈ છે. માળીયા નજીક નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતા કચ્છને અન્ય જિલ્લાને જોડતો માર્ગ અવરોધાયો છે.
ખાસ કરીને કચ્છથી અમદાવાદ, રાજકોટ તેમજ જામનગર તરફ જતા લોકોને માર્ગ ડાયવર્ટ કરવા અપીલ કરવામાં આવી છે સાથે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સામખીયારી નજીક બેરીકેટ મૂકી નેશનલ હાઇવે બંધ કરી ત્યાંથી પસાર થતા લોકોને રાધનપુર તરફ ડાયવર્ટ કરવા સૂચનો કરવામાં આવ્યા છે.
મચ્છુ ડેમમાં ઓવરફલો પાણીની અસર કચ્છ પર જોવા મળી રહી છે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.






