મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : બગોદરા હાઈવે પર કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ ગ્રામ્ય LCBએ બગોદરા-વટામણ હાઈવે પર કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મેમર ગામ નજીક આ

અમદાવાદ ગ્રામ્ય LCBએ બગોદરા-વટામણ હાઈવે પર કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મેમર ગામ નજીક આવેલી જય માતાજી હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડી પોલીસે બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. કંડલાથી સુરત જઈ રહેલા ટેન્કરમાંથી સીલ તોડી જ્વલનશીલ ‘મિક્સ ઝાયલીન’ કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. પોલીસે ટેન્કર ડ્રાઈવર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી કેમિકલ, ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ. 34.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બગોદરા પોલીસે ગુનો નોંધી સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો