મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

અમદાવાદ-રાજકોટ હાઇવે પર બ

અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા નજીક ભોગાવો નદીના પુલ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારચાલકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત મુજબ, લીંબડી તરફથી રોંગ સાઇડમાં આવી રહેલી ઇકો કાર સામેથી આવતા મહિન્દ્રા પિકઅપ ડાલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. બગોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો અને ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હોસ્પિટલ મોકલ્યા હતા.બીજી તરફ, ભોગાવો નદીના બીજા પુલ પર એક ટ્રક પલટી મારી જતાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી.  

આ સમાચાર શેર કરો