VIDEO: અમદાવાદઃ બાવળા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત
અમદાવાદના બાવળા બગોદરા હાઇવે પર આજે એક કાળજું કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

અમદાવાદના બાવળા બગોદરા હાઇવે પર આજે એક કાળજું કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાઇવે પર એક ટ્રક બંધ પડી ગઈ હોવાથી તેના ચાલકો રસ્તા પર જ ટાયર બદલી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે આ બંધ ટ્રકને જોરદાર ટક્કર મારી દીધી હતી અને ડમ્પર ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ ભયાનક ટક્કરના કારણે બંધ ટ્રક પાસે હાજર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક ટ્રક ચાલક અને ડમ્પર ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પર ચાલક કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બગોદરા અને ચાંગોદરની બે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી આવી હતી અને બંને ઘાયલોને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.




