રાજકોટ: PMJAY યોજનામાં ગેરરીતિ બદલ શાંતિ હોસ્પિટલ પર તંત્રની મોટી કાર્યવાહી, સસ્પેન્ડ કર્યાની સાથે ફટકાર્યો લાખોનો દંડ
રાજકોટ શહેરની શાંતિ હોસ્પિટલને PMJAY યોજનામાં ગોટાળા બ

રાજકોટ શહેરની શાંતિ હોસ્પિટલને PMJAY યોજનામાં ગોટાળા બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરાઈ. આટલી મોટી ગેરરીતિ બદલ હોસ્પિટલને લાખો રૂપિયાનો દંડ ફટકારાયો.
વીમા કંપનીની વિઝિટ બાદ સમગ્ર કૌભાંડ આયુ બહાર
રાજકોટની શાંતિ હોસ્પિટલમાં રાજકોટ મહાનગરપાલિકાની વીમા કંપનીની ટીમ હોસ્પિટલની મુલાકાતે હતા ત્યારે PMJAYનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ છે. હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા ડૉક્ટર જ વિઝિટ દરમિયાન હોસ્પિટલમાં હાજર નહોતા. જે તબીબનું નામ પોર્ટલમાંથી હટાવી દેવામાં આવ્યું હતું તેના દ્વારા જ 24 સર્જરી કરવામાં આવી હતી.
હોસ્પિટલના બ્લડ રિપોર્ટ પ્રિન્ટમાં ય ગોટાળા
આ ઉપરાંત GPCBનું સર્ટિફિકેટ પણ એક્સપાયર્ડ થયેલું હતું અને તેને રિન્યૂ કરવા માટે હોસ્પિટલ તરફથી કોઈ પ્રકારની અરજી કરવામાં આવી નહોતી. એટલું જ નહીં પરંતું હેવી રેડીએશન ફેલાવનારા એક્સ-રે મશીનો પણ જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા. હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા બહાર આવ્યા હતા.
PMJAYમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ
વીમા કંપનીની ટીમના વિઝિટ બાદ આ સમગ્ર ગેરરીતિ સામે આવતા PMJAY કૌભાંડમાં ગેરરીતિ આચરવા બદલ યોજનામાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. સાથે જ 23.15 લાખનો મસમોટો દંડ પણ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે.








