સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ચાલતી ખાણમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં એક શ્રમિકનું મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે ગેરકાયદે ખનીજ ચોરી બેફામ રીતે થતી હોય

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે ગેરકાયદે ખનીજ ચોરી બેફામ રીતે થતી હોય છે અને ઘણીવાર આ કાર્બોસેલની ખાન બિચારા શ્રમિકો માટે મોતની ખાણ સાબિત થતી હોય છે. આ દરમિયાન આવી જ એક ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડી હતી જેમાં બે શ્રમિકો દટાયા હતા.
થાન પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં બે શ્રમિકોના મોત થયા છે. થાનના વેલાડામાં ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા તરણેતર ગામના એક યુવકનું મોત અને એકને ઇજા પહોંચી હતી. ગેરકાયદે ચાલતી ખાણમાં યુવાનની મોટ થતા જ તેની અંતિમ વિધિ માત્ર બે કલાકમાં કરી દેવાઈ હતી.




