VIDEO: ધોધમાર વરસાદના પગલે ઉપલેટાનું મજેઠી ગામ બેટમાં ફેરવાયું
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપલેટા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલ

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપલેટા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને લઈને તારાજીના દૃશ્યો સર્જાયા છે. વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા તો બીજી તરફ માર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉપલેટાનું મજેઠી ગામ બેટમાં ફેરવાયું હતું. મજેઠી ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણું બન્યું હતું.




