મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ડ્રગ્સના આરોપીને ભગાવી જવાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો

સુરતમાં ડ્રગ્સને લઈને પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આવા આરોપીઓ

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ડ્રગ્સના આરોપીને ભગાવી જવાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો

સુરતમાં ડ્રગ્સને લઈને પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આવા આરોપીઓને જેલમાં બંધ કરી દેવામાં આવે છે. ત્યારે એન ડી પી એસ ના ગુનામાં આરોપીને સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ભગાડી જનાર મુખ્ય આરોપી ઝડપાયો છે. અગાઉ પોલીસે ભાગવામાં મદદ કરનાર બે આરોપીની વડોદરાથી ધરપકડ કરી હતી.

બાઈક પર ભગાવી ગયા હતા

પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં શાહરૂખ દાખલ થયો હતો. આરોપી શાહરૂખને બે મિત્રો ટિફિન દેવાના બહાને આવ્યા હતા. શાહરૂખને બાઈક પર બંને ઈસમો ભગાડી ગયા હતા. હાલ પોલીસે ત્રણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે સુરતમાંથી રિયાઝ અન્સારીની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી અને અન્ય સાગરિત વડોદરાથી ઝડપાયા હતા.શાહરુખ પઠાણ સામે લિંબાયત પોલીસ મથકમાં એન ડી પી એસનો ગુનો નોંધાયો હતો. ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસને ચકમો આપ્યો હતો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે NDPSના ગુનામાં સંડોવાયેલા આરોપીને પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો હતો. આરોપી ગઈકાલે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આરોપી વિરુદ્ધ સુરતમાં લિંબાયત પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે અને તે સબ જેલમાં બંધ હતો.

આ સમાચાર શેર કરો