અમદાવાદ: નિકોલમાં થયેલી હત્યામાં મુખ્ય આરોપીની ધરપકડ, હજુ ત્રણ આરોપી ફરાર
નિકોલ વિસ્તારમાં ગત સપ્તાહે વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં હત્યા થઈ હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી

નિકોલ વિસ્તારમાં ગત સપ્તાહે વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં હત્યા થઈ હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં 22 સપ્ટેમ્બરે વાહન પાર્ક કરવા બાબતે વકીલના પિતાની હત્યા કરવામાં આવી હતી. પરિણામે ચાર લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી. નિકોલના અમર જવાન સર્કલ નજીક આનંદ એપાર્ટમેન્ટમાં વાહન મુકવા બાબતે મૃતક તેના પુત્ર અને સ્થાનિક વિક્કી ઉર્ફે વિશાલ, તેના અન્ય મિત્રો સાથે તકરાર થઈ હતી. જે રકઝકમાં વિક્કી અને તેના મિત્રોએ મળીને ફરિયાદીના પિતાને લાતો મારીને ઢોર મારતા મોત થયું હતું.
મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ રિપોર્ટના આધારે મૃતક પ્રભાભાઇ સીતારામ ભાઇ કંડેરાનું મોત મૂઢમારના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી આ બાબતે આરોપી સામે હત્યાની કલમો પણ ઉમેરવામાં આવી છે.
પોલીસે હાલ મુખ્ય આરોપીઓ વિક્કી ઉર્ફે વિશાલની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર છે, જેને પણ પકડવા માટે પોલીસે ચક્રોગતિનામ હાથ ધર્યા છે.






