VIDEO: કોઠંબામાં અંગત અદાવતને લઈ જુથ અથડામણ, પોલીસનો ગામમાં ચુસ્ત બંદોબસ્ત
મહીસાગર જિલ્લામાં બે જુથ વચ્ચે સખત મારામારીની ઘટના સામે આવી છે. મહીસાગરના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે બે જૂથ વચ્ચે જુથ અથડામણનો બનાવ બન્યો હતો. લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે કેટલાક યુવકોએ ભારે આતંક મચાવ્યો હતો. જેમાં કેટલાક શખ્સો દ્વારા અંગત અદાવત રાખી હિન્દુ યુવકોને સખત માર મારવામાં આવ્યો જેને લઈને હિન્દુ યુવકો અને મુસ્લિમ યુવકો વચ્ચે ભારે મારામારીની ઘટના બની હતી. મારામારી થતાં મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ ગયા હતા તેમજ પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આખરે લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

