મહીસાગર / પાનમ ડેમમાંથી મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે છોડાયું 750 ક્યુસેક પાણી, ત્રણ જિલ્લાના ખેડૂતોને રાહત
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પાનમ નદી પર બાંધવામાં આવે

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પાનમ નદી પર બાંધવામાં આવેલા પાનમ ડેમમાંથી પાનમ મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે 750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમ હાલ 70% ટકા ભરાયેલો હોવાથી મે મહીના સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે જેથી ખેડૂતોને ઉનાળામાં પણ રાહત થશે.
પાનમ જળાશયમાં હાલ પાણીનું લેવલ 124.60 મીટર છે અને ડેમમાં70% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પાનમ ડેમમાંથી મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના શહેરા, ગોધરા,કાલોલ, લુણાવાડા, સવાલી અને ડેસર તાલુકાના 128 જેટલા ગામોને પાનમ મુખ્ય કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવે છે.
ચાલુ વર્ષે પાનમ ડેમમાંથી પાનમ મુખ્ય કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે જિલ્લાના બીજા વિસ્તારમાં 230 ક્યુસેક સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે.






