સુરત: સાધુઓ દ્વારા પ્રાચીન મંદિરોની મૂર્તિ ઉઠામણીના મામલે મહિલા સત્સંગ મંડળ કલેક્ટર કચેરીએ પહોંચ્યું
સુરતમાં સ્વામીનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને એક ચોંકાવનારું આવેદન આપવામાં આવ્યુ છે. જેમાં તેમણે

સુરતમાં સ્વામીનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને એક ચોંકાવનારું આવેદન આપવામાં આવ્યુ છે. જેમાં તેમણે મંદિરના સાધુ અને તેમના શિષ્યો પર ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવાનો આરોપ લગાવ્યો છે. આવા સાધુઓને સંપ્રદાયમાંથી દુર કરવા અને વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત કરવા આવેદન કર્યું હતું.
સુરતમાં મહિલા સત્સંગ મંડળની લગભગ 200 જેટલી મહિલાઓ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. સત્સંગ મહિલા મંડળના અનુસાર, જુના પ્રાચીન મંદિરોમાં જેની ઘણાં વર્ષોથી પુજા થતી હતી તેવી ચમત્કારિક મૂર્તિઓને ઉઠાવી કોઈપણ જાતની પ્રાણ પ્રતિષ્ઠા કે વિધિ વિધાન કર્યા વિના નવા મંદિર માટે લઈ જવાય છે. નવા મંદિર માટે નવી મૂર્તિ બનાવવાની જગ્યાએ તેઓ જૂની મૂર્તિઓને ઉઠાવી જુના મંદિરને ખંડેર બનાવી દીધા છે. નિત્યસ્વરૂપદાસ સ્વામી તેમજ તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી. આ સાથે ભાવનગરના મહુવાના 185 વર્ષ જુના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ત્યાંના સ્વામી ઉઠાવીને લઈ ગયા હતા.
આ પણ વાંચો : VIDEO: સુરતમાં તલવારધારી ગેંગે બંધ ઘરમાં ચોરીને આપ્યો અંજામ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
મૂર્તિ ઉઠાવ્યા બાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોએ માગણી કરી છે. જેને પગલે, મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેકટર કચેરી પર પહોંચ્યા હતા અને આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માગણી હરિભક્તોએ કરી હતી.






