મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માઘી પૂર્ણિમા: શામળાજી અને ઊંઝા યાત્રાધામમાં ભક્તોની જોવા મળી ભારે ભીડ, ભગવાનને વિશેષ શણગાર કરાયા

આજે માઘી પૂર્ણિમા છે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોમાં આજે ભક્તોની ભારે ભીડ

માઘી પૂર્ણિમા: શામળાજી અને ઊંઝા યાત્રાધામમાં ભક્તોની જોવા મળી ભારે ભીડ, ભગવાનને વિશેષ શણગાર કરાયા

આજે માઘી પૂર્ણિમા છે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. માઘી પૂર્ણિમાને લઈને શામળાજી, ઊંઝા યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.

માઘી પૂર્ણિમાને લઈને યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તોની ભીડ

  માઘી પૂર્ણિમાને લઈને યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તોની ભીડ જોવા મળી હતી..મહા સુદ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા. પૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે,તો પૂર્ણિમા નિમિત્તે શામળીયાને વિશેષ સાજ શણગાર કરાયા હતા.

માઘી પૂર્ણિમાને લઈને ઊંઝા ઉમિયાધામમાં ભક્તોની ભીડ જોવા મળી

માઘી પૂર્ણિમાને લઈને ઊંઝા ઉમિયાધામમાં ભક્તોની ભીડ જોવા મળી.વહેલી સવારથી દૂર દૂરથી ભક્તો માં ઉમિયાના દર્શનાથે પહોચ્યા હતા..માં ઉમિયા ના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી..તો ભક્તો મા ઉમિયાના દર્શન કરીને ધન્ય બન્યા હતા.

આ સમાચાર શેર કરો