મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયેલા લવજીભાઈની આર્થિક પરિસ્થિતિ અત્યંત કફોડી, ઘરમાં લાદી કે પ્લાસ્ટર પણ નથી

સુરેન્દ્રનગરના પદ્મશ્રી એવોર્ડ મેળવામાં સિલેકટ થયેલા લવજીભાઈની આર્થિક પરિસ્થિતિ કફોડી હોવાનું સામે આવ્યું.

પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયેલા લવજીભાઈની આર્થિક પરિસ્થિતિ અત્યંત કફોડી, ઘરમાં લાદી કે પ્લાસ્ટર પણ નથી

સુરેન્દ્રનગરના પદ્મશ્રી એવોર્ડ મેળવામાં સિલેકટ થયેલા લવજીભાઈની આર્થિક પરિસ્થિતિ કફોડી હોવાનું સામે આવ્યું. તેમજ તેમના ઘરમાં લાદી કે પ્લાસ્ટર પણ ન હોવાનું સામે આવ્યું છે. તેમજ બાથરૂમ પણ પડદા નાખી અને બનાવામાં આવ્યું છે.

પૌરાણિક ટાંગલીયા કલાને ફરી ઉજાગર કરી અને ટકાવી રાખવા બદલ એવોર્ડની જાહેરાત

સરકાર દ્વારા લવજીભાઈને 700 વર્ષ જૂની લુપ્ત થઇ ગયેલ પૌરાણિક ટાંગલીયા કળાને ફરી ઉજાગર કરી અને ટકાવી રાખવા બદલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 કામ કરી ઉત્પાદન કરીએ ત્યારે મળે છે 500 રૂપિયા 

ટાંગળીયા કલામાં સાડી,કુર્તી, દુપટ્ટા અને શાલ બનાવવામાં આવે છે. દિવસભર આ ટાપલીયા કળામાં કામ કરી ઉત્પાદન કરીએ ત્યારે માંડ 500 રૂપિયા મળે છે.

આ સમાચાર શેર કરો