સુરતની વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં કમળ ખીલ્યું, 7086 મતથી ભાજપના ઉમેદવાર વિજયી
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ હતો. મતદા

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ હતો. મતદાન બાદ આજે ગણતરી યોજાઈ હતી. જેમાં 7 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7086 મતથી વિજયી બન્યા હતાં. જેથી ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી. એકમેકને મિઠાઈ ખવડાવવાની સાથે સાથે નાચગાન કરીને નારેબાજી સાથે ઉજવણી કરી હતી.
7086 મતથી વિજયી
સુરત પાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરે્ટર ગેમર દેસાઈના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચુંટણી જાહેર થઈ હતી. તેના માટે આજે સવારથી મતગણતરી થઈ હતી. તેમાં પહેલાં રાઉન્ડથી ભાજપના ઉમેદવાર આગળ હતાં. ત્યારે ભાજપના ઉમેદવારને 17359 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધાર રામાનંદ (બાવાજી)ને 10273 મત મળ્યા હતાં. આમ ભાજપના ઉમેદવારની 7086 મતથી જીત થઈ હતી.
વિકાસનો વિજય
ભાજપના વિજયી ઉમેદવાર જીતુભાઈ કાછડે પ્રથમ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યો છે. આ ભાજપના વિકાસની જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની જીત છે. આગામી સમયમાં મને થોડો સમય ભલે મળ્યો હોય પરંતુ તેમ છતાં આગામી સમયમાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદીત થાય તે હેતુથી લોકોના કાર્યો વધુ કરવામાં આવશે.







