Vadodaraમાં દબાણ હટાવાતા લારી ગલ્લા ધારકોની પાલિકાની કચેરી બહાર નારેબાજી
Vadodara News: ગુજરાતભરમાં ગેરકાયદેસર દબાણ મામલે તંત્ર આક્રમક બન્યું છે. જેને પગલે ઠેર ઠેર લારી ગ

Vadodara News: ગુજરાતભરમાં ગેરકાયદેસર દબાણ મામલે તંત્ર આક્રમક બન્યું છે. જેને પગલે ઠેર ઠેર લારી ગલ્લા ધારકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એવામાં વડોદરા મહાનગર પાલિકા સુધી લારી ગલ્લા ધારકોનો મોરચો પહોંચ્યો હતો. પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવતા લારી ગલ્લાવાળા દોડી આવ્યા હતા.
તાજેતરમાં પાલિકા દ્વારા શહેરભરમાંથી ગેર કાયદેસર લારી ગલ્લાના દબાણો દૂર કર્યા હતા. રોજી રોટી છીનવાઈ જતા લારી ગલ્લા વાળાઓ નારાજ છે. જેથી નારાજ મોરચો રજૂઆત કરવા માટે પાલિકાની કચેરીએ પહોંચ્યો હતો. પાલિકાના મુખ્ય દ્વારા પર તંત્ર દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લારી ગલ્લા વાળાઓ બેરોજગાર થઈ જતા પાલિકા તંત્રથી નારાજ છે. નારેબાજી આક્રમક બનતા પોલીસ પણ દોડી આવ્યા હતા.




