મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: નજીવી બાબતે એક મિત્રએ બીજાનું ઢીમ ઢાળ્યું, હત્યારો ફરાર

વડોદરાના પોર વરસાડા ગામે મિત્રો વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી

Vadodara news: નજીવી બાબતે એક મિત્રએ બીજાનું ઢીમ ઢાળ્યું, હત્યારો ફરાર

વડોદરાના પોર વરસાડા ગામે મિત્રો વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી છે. એક મિત્રએ બીજાને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા વરણામા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

નજીવી બાબતે હત્યા થઇ હોય તેવો વધુ એક કિસ્સો વડોદરા જીલ્લામાં સામે આવ્યો છે. બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મિત્રએ બીજાનું ઢીમ ઢાળી દીધું છે. વરસાડા ગામે રહેતા રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપુત અને વિજય શાંતીલાલ વસાવા બન્ને મિત્રો સાથે જ નોકરી કરતા હતા. દરમિયાન બન્ને મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સુદેશે વિજયને લાકડાના ફટકા માર્યા હતા, જે બાદ વિજયનું ઘટના સ્થળે મોત થયું હતું.  હત્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. વરણામા પોલીસે હત્યારા સુદેશની શોધખોળ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો