મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodaraમાં કંપનીના કર્મચારીનું મોત થતા પરિવારજનોએ મૃતદેહ સાથે કંપનીના ગેટ પર કર્યા ધરણા

Vadodara News: હાલોલમાં આવેલી આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર કંપનીના કર્મચારીનું મોત થતા પરિવારજન

Vadodaraમાં કંપનીના કર્મચારીનું મોત થતા પરિવારજનોએ મૃતદેહ સાથે કંપનીના ગેટ પર કર્યા ધરણા

Vadodara News: હાલોલમાં આવેલી આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર કંપનીના કર્મચારીનું મોત થતા પરિવારજનોએ મૃતદેહ સાથે કંપનીના ગેટ ઉપર ધરણા કર્યા હતા. બિરલા ઇન્સ્યુલર કંપનીમાં ત્રીસ વર્ષથી કામ કરતા કમલેશભાઈ પટેલ ગત શનિવારે કંપનીમાં ફરજ દરમ્યાન બેહોશ થઇ ગયા હતા. કમલેશભાઈને સારવાર માટે કંપનીમાંથી હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કંપની દ્વારા પરિવારજનોને જાણ કરાઈ હતી. પરિવારજનો હાલોલની હોસ્પિટલ પહોંચ્યા પછી કંપનીના અધિકારીઓએ કોઈ જવાબદારી લીધી નહતી અને કમલેશભાઈને તે હાલતમાં મૂકીને ચાલ્યા ગયા હતા.

કમલેશભાઈને વધુ સારવાર માટે હાલોલથી વડોદરા ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ કંપની દ્વારા તે માટેની કોઈ જવાબદારી લેવામાં આવી નહતી. સારવાર દરમ્યાન કાલે મોડી રાત્રે કમલેશભાઈનું મૃત્યુ થયું હતું. પરિવારજનો જણાવી રહ્યા છે કે કંપનીના બનાવ બન્યો હોવા છતાં કમલેશભાઈની સારવાર માટે કંપની દ્વારા કોઈ ખર્ચ આપવામાં આવ્યો નહતો. મૃત્યુનું વળતર આપવા બાબતે પણ કંપની દ્વારા કોઈ ચર્ચા કરવામાં આવતી નથી

આજે સવારે કમલેશભાઈનો મૃતદેહ લઈને પરિવાજનો આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર કંપની ખાતે પહોંચ્યા હતા. મૃતદેહને કંપનીના મેઈન ગેટ ઉપર મૂકીને વળતર માટે ધરણા કરવામાં આવ્યા હતા. કંપનીના મુખ્ય ગેટ ઉપર કમલેશભાઈનો મૃતદેહ કલાકોથી પડી રહ્યો હોવા છતાં હજુ સુધી કંપની તરફથી કોઈ વાતચીત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો નથી તેમ પરિવારજનો જણાવી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો