મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેડિયાપાડામાં મામલતદાર કચેરીએ KYC ફિંગર પ્રિન્ટ માટે લાગી લાંબી લાઈનો, 2 મશીન કાર્યરત હોવાથી લોકોને હાલાકી

આદિવાસી વિસ્તાર ગણાતા દેડિયાપાડામાં તંત્રના વાંકે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દેડિયાપાડામાં મામલતદાર કચેરીએ KYC ફિંગર પ્રિન્ટ માટે લાગી લાંબી લાઈનો, 2 મશીન કાર્યરત હોવાથી લોકોને હાલાકી

આદિવાસી વિસ્તાર ગણાતા દેડિયાપાડામાં તંત્રના વાંકે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મામલતદાર કચેરીએ રેશનકાર્ડમાં કેવાયસી કરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે. દૂરના અંતરિયાળ ગામમાંથી આવતાં લોકોને ભુખ્યા તરસ્યા લાંબી લાઈનોમા ઉભા રહેવાની ફરજ પડી રહી છે.

ભૂખ્યા તરસ્યા ઉભા રહેવુ પડે છે

દેડિયાપાડા મામલતદાર કચેરીએ પુરવઠા વિભાગમાં રેશનકાર્ડ માટે કે.વાય. સી. માટે ફિગર પ્રિન્ટ માટે આદિવાસીઓની પરિવાર સાથે લાંબી લાંબી કતારો નવ વાગ્યાથી શરૂ થઈ જાય છે. આદિવાસીઓને ભૂખે તરસે કલાકો સુધી લાઈનમાં ઉભા રહવું પડે છે. આદિવાસીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

બે મશીન જ કાર્યરત

દેડિયાપાડા પુરવઠા વિભાગ ખાતે બે મશીન ફિંગર પ્રિન્ટ માટે કાર્યરત છે. જેથી આદિવાસીઓની કફોડી અને દયનીય હાલત થઈ છે. ત્યારે મશીનો વધારે રાખવામાં આવે અને ઝડપથી કામગીરી થાય તેવી માગ ઉઠી છે. જેથી લોકોના સમયનો બચાવ થાય અને દૂરથી આવતા લોકોના ધક્કા પણ ઓછા થાય.

આ સમાચાર શેર કરો