મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: દારૂના દુષણથી ત્રસ્ત સ્થાનિકોની જનતા રેડ, બે બુટલેગરોને ઝડપી પોલીસને હવાલે કર્યા

Locals, troubled by alcohol poisoning, raided the public, handed over two bootleggers | વડોદરાના મકરપુરા વિસ્તારમાં દારૂના દુષણથી ત્રસ્ત લોકોએ જનતા રેડ કરી દ

Vadodara news: દારૂના દુષણથી ત્રસ્ત સ્થાનિકોની જનતા રેડ, બે બુટલેગરોને ઝડપી પોલીસને હવાલે કર્યા

વડોદરાના મકરપુરા વિસ્તારમાં દારૂના દુષણથી ત્રસ્ત લોકોએ જનતા રેડ કરી દારૂ ઝડપી પાડ્યો છે. સ્થાનિકોએ દારૂનું વેચાણ કરતા બે બુટલેગરોને ઝડપી પોલીસને હવાલે કર્યા છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

મોપેડમાં દારૂનું વેચાણ કરનાર બે બુટલેગરો પકડાયા 

દારૂબંધી મામલે રાજયભરમાં ચાલી રહેલા વિવાદમાં હવે જનતા પણ જાગૃત થઇ છે અને પોલીસ ઊંઘતી ઝડપાઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં એરફોર્સના પાછળના ભાગે સ્થાનિકોએ જનતા રેડ કરી દારૂ ઝડપી પાડ્યો છે. જાહેર માર્ગ પર મોપેડમાં દારૂનું વેચાણ કરનાર બે બુટલેગરોને સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યા છે. જનતા રેડ દરમિયાન મોપેડની ડેકીમાંથી દારૂનું બોટલો પકડાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ લાંબા સમયથી બુટલેગરના આ દારૂના વેપલાથી ત્રસ્ત હતા, જેથી તેઓએ પોતે રેડ કરી આ દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે. આ જનતા રેડથી પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. 

આ સમાચાર શેર કરો