Bhavnagarમાં PM આવાસ યોજના હેઠળ મકાનોના નબળા બાંધકામને સ્થાનિકોનું આંદોલન
Bhavnagar News: ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો નબળા બાંધકામ અંગે રજુઆત સાથે સ્થાનિકો દ્વારા આં

Bhavnagar News: ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો નબળા બાંધકામ અંગે રજુઆત સાથે સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભાવનગરના સુભાષનગર ખાતે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નં.૨૮ના રહીશો દ્વારા નબળા બાંધકામ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
2021માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લોકાર્પિત થયેલી સ્કીમમાં શુરૂઆતથી જ નબળી ગુણવત્તાના મટીરિયલ, પલમ્બીંગ તેમજ સ્ટ્રક્ચરલ ખામીઓ જોવા મળી રહી છે. આજે પરિસ્થિતિ એ છે કે કેટલાય રહેવાસીઓ મકાન ખાલી કરીને ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. ફક્ત સાડા ત્રણ વર્ષમાં લોકોને ભય વચ્ચે જીવવું પડી રહ્યું છે. ત્યારે રહીશોએ યોગ્ય તપાસ અને નવા મકાનની માંગ સાથે કલેકટર કચેરીએ રજુઆત કરી છે. જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચીમકી ઉચ્ચારી છે.



