મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં આજે જાહેર થઇ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ શકે છે. આજે સાંજે 4.30 વાગ્યે ચૂં

ગુજરાતમાં આજે જાહેર થઇ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ શકે છે. આજે સાંજે 4.30 વાગ્યે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરશે. ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ શકે છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઇ શકી નથી. એ ઉપરાંત મુદ્દત વિતી ગઇ હોય તેવી પાલિકા અને પંચાયતો ઉપરાંત શહેરી વિસ્તારની 42 અને પંચાયતોની 42 મળીને કુલ 84 ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીઓ આવી રહી છે.

27 ટકા OBC અનામત 

હવે પછીની કોઈપણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત સાથે સાત ટકા એસસી અને 14 ટકા એસટી અનામત સાથે કુલ 48 ટકા અનામત બેઠકો રહેશે. ઓબીસી અનામતની પ્રક્રિયાના કારણે ગુજરાતમાં બે વર્ષ સુધી સ્થાનિક ચૂંટણી મુલતવી રહી છે અને વહીવટદારનું શાસન છે.

આ સમાચાર શેર કરો