સુરતમાં એપાર્ટમેન્ટની ટેરેસ પર ચાલતો દારૂ જુગારનો અડ્ડો, વિરોધ કરનાર મહિલાઓને પણ મરાયો માર
ગુજરાત સહિત સુરતમાં દારૂબંધી છે. તેમ છતાં ચોરી છુપીથી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. ત્યારે ગોપીપ

ગુજરાત સહિત સુરતમાં દારૂબંધી છે. તેમ છતાં ચોરી છુપીથી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. ત્યારે ગોપીપુરા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની છત પર દારૂ અને જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હતો. જેની સામે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેથી અડ્ડો ચલાવનારે માર માર્યો હતો.
મહિલાઓને માર મરાયો
અઠવા વિસ્તારમાં આવેલા ગોપીપુરા કાગડવાલ એપાર્ટમેન્ટમાં જુગારના અડ્ડા પર એપાર્ટમેન્ટના લોકોએ જ જનતા રેડ કરી હતી. આસિફ બાપતિ નામનો ઈસમ એપાર્ટમેન્ટના ટેરેસ પર દારૂ-જુગારનો અડ્ડો ચલાવતો હતો. અડ્ડાનો વિરોધ કરી રહેલા રહીશોને આસિફ બાપતિ અને તેના મણસો દ્વારા માર મારવામાં આવ્યો હતો.
ફટકા વડે હુમલો
તલવાર અને લાકડાના ફટકા વડે વાહનોમાં તોડફોડ પણ કરાઈ હતી. વચ્ચે બચાવવા પડેલી મહિલાને પણ માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોએ અઠવાલાઇન્સ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, ખુલ્લેઆમ ચાલી રહેલા અડ્ડાઓને લઈને પોલીસ કામગીરી સામે સવાલો ઉઠયા હતાં. સાથે જ અડ્ડા ચલાવનારાને આટલી હિંમત ક્યાંથી આવી તે અંગે પણ પોલીસ પર સવાલો ઉઠ્યા છે.








