મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli /  માલગાડીની અડફેટે આવતા સિંહ ઘાયલ થયો; 0-70 કિમીની ઝડપે આવતી ટ્રેન નીચે પૂંછડી કપાઈ

Amreli /  માલગાડીની અડફેટે આવતા સિંહ ઘાયલ થયો;  0-70 કિમીની ઝડપે આવતી ટ્રેન નીચે પૂંછડી કપાઈ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો
અમરેલી જિલ્લામાં વન્યજીવો અને ખાસ કરીને એશિયાટિક સિંહોની સુરક્ષા સામે ફરી એકવાર મોટો ખતરો સામે આવ્યો છે. પીપાવાવ પોર્ટથી ઢંસા તરફ જઈ રહેલી એક ગુડ્ઝ ટ્રેનની અડફેટે આવી જતાં એક સિંહ ગંભીર રીતે ઘાયલ થયો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ અકસ્માત લીલિયા અને દામનગર વચ્ચે પસાર થતા રેલવે ટ્રેક પર સર્જાયો હતો. માલગાડીનું એન્જિન સિંહના પાછળના ભાગ અને પૂંછડી પર ફરી વળતાં સિંહ લોહીલુહાણ થયો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત સિંહ નજીકના રેવન્યુ વિસ્તારના ખેતરો તરફ નાસી છૂટ્યો હતો, જેને ટ્રેક કરવા વન વિભાગની ટીમોએ તાત્કાલિક મોટા પાયે શોધખોળ શરૂ કરી છે.

60થી 70 કિમીની ઝડપે દોડતી ટ્રેને લીધો અડફેટે

પ્રાપ્ત વિગતો અનુસાર, પીપાવાવ પોર્ટ તરફથી માલસામાન ભરીને ઢસા તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી માલગાડી જ્યારે લીલિયાથી દામનગર રેલવે સેક્શન વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક સિંહ ટ્રેક ક્રોસ કરવા જતાં અડફેટે આવી ગયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, આ માલગાડી આશરે 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.

દર્દથી કણસતો સિંહ રેવન્યુ ખેતરોમાં ઘૂસ્યો

ટ્રેન સાથે અથડામણ થયા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલો સાવજ રેલવે ટ્રેકની બાજુમાં આવેલા રેવન્યુ વિસ્તારના ખેતરો તરફ ભાગી ગયો હતો. રેલવે સ્ટાફ દ્વારા ઘટનાની તાત્કાલિક જાણ વન વિભાગને કરવામાં આવી હતી. સિંહ ખેતરોમાં છુપાયો હોવાની શક્યતાને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે, કારણ કે ઘાયલ અવસ્થામાં વન્યજીવ વધુ આક્રમક બની જવાની સંભાવના રહે છે.

વન વિભાગ દ્વારા સઘન સર્ચ ઓપરેશન અને રેસ્ક્યુની તૈયારી

ઘટનાની જાણ થતાં જ અમરેલી વન વિભાગનો કાફલો, વનકર્મીઓ અને રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રેકર્સ અને વન વિભાગના કર્મચારીઓ સિંહના પગના નિશાન અને લોહીના ડાઘાના આધારે ખેતરોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો