Video: અમરેલીના બાબરામાં 138 વર્ષથી અનોખી પરંપરા: દશેરાના દિવસે બજારોમાં રામ-રાવણનું યુદ્ધ ખેલાયું

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે 138 વર્ષ જૂની અનોખી પરંપરા મુજબ રામ-રાવણનું યુદ્ધ યોજાયું હતું. બાબરાની બજારોમાં રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી અને લંકાપતિ રાવણ અનોખી વેશભૂષા ધારણ કરીને નીકળ્યા હતા, ત્યારે હજારોની મેદની ઉમટી હતી….આ પરંપરાગત ઉત્સવ દરમિયાન સામે-સામે મીઠો માર મારવાની અનોખી રીત જોવા મળે છે, જે આ આખા આયોજનનું મુખ્ય આકર્ષણ છે. જય શ્રી રામના નારાઓ સાથે સમગ્ર બાબરા શહેર ભક્તિમય અને રામમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. આ ઐતિહાસિક અને રોમાંચક યુદ્ધ નિહાળવા માટે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




