Video: અમરેલીમાં અનોખો પ્રયોગ: બિલ્ડિંગના બીજા માળે આધુનિક ટેકનોલોજીથી થઈ રહી છે કાશ્મીરી કેસરની ખેતી

અમરેલી સામાન્ય રીતે કાશ્મીરની ઠંડી ખીણોમાં થતી મોંઘી કેસરની ખેતી હવે ગુજરાતના અમરેલીમાં પણ શરૂ થઈ છે. અમરેલીના પ્રગતિશીલ યુવાન બિપીનભાઈ પટેલે બિલ્ડિંગના બીજા માળે માત્ર ૧૦ બાય ૨૦ ફૂટની જગ્યામાં આશરે ૨૦ લાખ રૂપિયાના રોકાણથી આધુનિક ટેકનોલોજીના સહારે કેસરની ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જમ્મુ-કાશ્મીરથી તાલીમ મેળવીને શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં ૧૦ થી ૧૨ ડિગ્રી તાપમાનનું નિયંત્રણ કરીને પાક ઉગાડવામાં આવી રહ્યો છે. આગામી ત્રણ મહિનામાં પ્રથમ પાક મળવાની આશા છે, જેમાં એક કિલો કેસરના ૯ થી ૧૨ લાખ રૂપિયા સુધીના બજારભાવ મળવાની શક્યતા છે. મર્યાદિત જગ્યામાં ટેકનોલોજીના ઉપયોગથી થયેલા આ અનોખા પ્રયોગથી શહેરી વિસ્તારોના ખેડૂતો માટે ખેતીના નવા દ્વાર ખુલ્યા છે.




