સુરતમાં દશેરાએ ફાફડા-જલેબી ખરીદવા લાગી લાઈનો, વહેલી સવારથી ફરસાણની દુકાનો પર દેખાઈ ભીડ
ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે દશેરાનો તહેવાર એટલે મન મુકીને ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ ટેસ્ટથી ઝાપટવાનો તહેવા

ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે દશેરાનો તહેવાર એટલે મન મુકીને ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ ટેસ્ટથી ઝાપટવાનો તહેવાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બે કરોડથી વધુના ફાફડા અને જલેબી સુરતીઓ ઝાપટી જશે. આજરોજ દશેરા પર્વ નિમિત્તે સુરતી લાલાઓએ શહેરભરની ફરસાણની દુકાનો પરથી ફાફડા-જલેબીની ધૂમ ખરીદી કરી જ્યાફત માણી હતી.
ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ભીડ
હિન્દૂ સમુદાયમાં તહેવારોનું ઘણું મહત્વ રહેલું છે. તેમાં પણ દશેરાના પર્વની ઉજવણી કરવા સુરતી લાલાઓ આતુર હોય છે. દશેરા પર્વએ ફાફડા-જલેબીની જ્યાફત માણવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે. આ દિવસે લોકો ફાફડા-જલેબીની ધૂમ ખરીદી કરી સહપરિવાર સાથે ઉજવણી કરે છે.
અગાઉથી ગ્રાહકોએ આપ્યા ઓર્ડર
ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ફરસાણના વેપારીઓ પણ અગાઉથી ઓર્ડર લેવાનું શરૂ કરી દેતા હોય છે. આજે જ્યારે દશેરાનો પર્વ છે, ત્યારે શહેરભરની ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ગ્રાહકોની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. ગ્રાહકોએ 400 રૂપિયા ફાફડા અને 650 રૂપિયા કિલોના ભાવે જલેબીની ખરીદી કરી હતી.








