VIDEO: Chhotaudepurની ભારજ નદીમાં જીવનું જોખમ! 30 કિમીનો ફેરો બચાવવા લોકોની મજબૂરી
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદી નો બ્રિજ ધોવાઈ ગયો ત્યાર બાદ ડા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદી નો બ્રિજ ધોવાઈ ગયો ત્યાર બાદ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. તે પણ ધોવાઈ ગયું છે. પાવીજેતપુર તાલુકાના લોકોને અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો છે. જેથી 30 કિલોમીટરનો ફેરો થતો હોવાથી નદીમાંથી બાઇક ચલાવીને એક કિલોમીટરનું અંતર કાપીને લોકો અવરજવર કરી રહ્યા છે. સરકાર નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ વૈકલ્પિક વ્યવસ્થા લોકોને અવરજવર માટે કરતા નથી. માટે લોકો જીવનું જોખમ ખેડીને પણ પોતાનું કામ કરી રહ્યા છે. વિકાસની ગુલબાંગો વચ્ચે પાવીજેતપુર અને બોડેલી તાલુકાના 3 લાખથી વધુ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તંત્ર પ્રજાને રામ ભરોસે મૂકી અને જતું રહ્યું છે. અત્યાર સુધી નેતાઓ લોકાર્પણના ફોટો સેશન કરવા માટે ઉમટતા હતા. પરંતુ પ્રજાને માથે મુશ્કેલી આવી ત્યારે નેતાઓ દેખાતા નથી.


