સુરત / હીટવેવથી બચવા બપોરના સમયે ટ્રાફિક પોલીસના જવાનોને ફરજમાંથી મુક્તિ આપો, પોલીસ કમિશનરને પત્ર લખાયો
સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઓેરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા હીટ

સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઓેરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા હીટવેવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઉભા રહેતા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને કરવામાં આવી છે.
બપોરના 12થી 4ની મુક્તિની માગ
કમિશનરને લખાયેલા પત્રમાં કલ્પેશ બારોટે લખ્યું છે કે, હાલ 40થી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે. ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યાં છે. ત્યારે તબીબો પણ કામ કાજ વગર ઘર બહાર ન નીકળવા સલાહ આપી રહ્યાં છે. ત્યારે ટ્રાફિક જવાનોમાં પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ગરમીમાં ફરજ બજાવવામાંથી મુક્તિ મળે જેથી તેમની તબિયત પણ જળવાઈ રહે.
હીટવેવથી બચાવવા પત્ર
હાલ એક અઠવાડિયા સુધી વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ અઠવાડિયા દરમિયાન જવાનોને બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફરજમાંથી આંશિક મુક્તિ આપવી જોઈએ. જેથી કરીને પોલીસ જવાનોને હીટવેવ જેવી સ્થિતિમાંથી બચાવી શકાય તેમ છે. આ અંગે ઝડપતી નિર્ણય લેવામાં આવે તેવી કલ્પેશ બારોટે વધુમાં માગ કરી છે.








