મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડના સુરવાડાથી સેગવી પંથકમાં દીપડાએ દેખા દીધી, પશુપાલકોમાં ભયનો માહોલ

વલસાડ તાલુકાના સુરવાડાથી સેગવી રોડ પર દીપડાની હાજરી નોંધાતા સ્થાનિક રહીશો અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છ

વલસાડના સુરવાડાથી સેગવી પંથકમાં દીપડાએ દેખા દીધી, પશુપાલકોમાં ભયનો માહોલ

વલસાડ તાલુકાના સુરવાડાથી સેગવી રોડ પર દીપડાની હાજરી નોંધાતા સ્થાનિક રહીશો અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સુરવાડા, સેગવી, તિથલ અને મગોદ ગામના સરપંચે વોટ્સએપ સ્ટેટસ મારફતે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં આપઘાત કરનારી વિદ્યાર્થિનીના CCTV આવ્યા સામે, પરિક્ષા રૂમની જગ્યાએ બેસાડાઈ હતી લેબમાં

હથિયારો સાથે રાખવા સૂચના

સ્થાનિક વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લેતા વન વિભાગને જાણ કરી છે અને દીપડાને પકડવા માટે સુરવાડા વિસ્તારમાં પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરપંચે લોકોને સલામતી માટે લાકડા કે અન્ય સુરક્ષાત્મક હથિયારો સાથે રાખવાની સૂચના આપી છે.

વનવિભાગ રાખે છે નજર

ગામના અગ્રણીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને રાત્રે પસાર થતા નોકરિયાત વર્ગને અને સ્થાનિક પશુપાલકોને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પશુપાલકો રહેતા હોવાથી તેમની ચિંતા વધી છે. વન્યજીવ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો